Wednesday 26 February 2020

"રાહી બન્યા સાથી"


         એક તરફ જ્યાં ગાડીઓ નું પાર્કિંગ હતું ત્યાં મે મારી ગાડી ને પાર્ક કરી ને ચાવી ને આંગળી માં ભરવી ગોળ ગોળ ફેરવતો હું થોડે આગળ આવી ઊભો રહ્યો. થોડી વાર પછી મારી નજર હાથ પર રહેલી કાંડા ઘડિયાળ ના કાચ ની અંદર ના કાંટા પર પડી. વીસ મિનિટ પસાર થઈ. જમણી બાજુ નજર કરી અને પછી ડાબી બાજુ તરફ કરી આમતેમ જોયું પણ એ આવતી દેખાતી ન હતી,  આમ જ સમય પસાર થયો. ત્યાં કોઈ રિક્ષા વાળા એ આવીને પૂછ્યું ક્યાં જવું ભાઈ ? મે નકાર જ માથું હલાવ્યું. આવું ત્રણ ચાર વાર મારે કરવું પડ્યું. પણ હજુ એને આવતી મે જોઈ નહિ. મે ઉપર આકાશ તરફ નજર નાખી. અને મનમાં ને મન માં વિચારતો હતો કે આ સૂર્ય પણ હમણાં નિરાશ થઈ ને ચાલ્યો જશે. જો એ થોડી વાર રાહ જુવે તો ચાંદની સાથે મેળાપ થઈ જાય એમ છે. પણ આ ચાંદની પણ સજવા ધજવા માં કેટલો સમય લે છે.  અને થોડા સમય પછી મન માં જ બોલ્યો, જો જો આ સૂરજ થી રાહ ન જોવાય અને એ ચાલ્યો ગયો, પણ હું તને મળ્યા વિના નહિ જાઉ, હું એમ થોડો થાકું તેમ છું.અને આમ ને આમ કલાક પસાર થઈ ગઈ.


           ધીરે ધીરે મે ટહેલવા નું શરૂ કર્યું. અને અચાનક મે અને આવતી જોઈ. હું ખુશ ખુશ થઈ ગયો, મારા હાથ પગ એના તરફ ખેચાવા લાગ્યા, અને હું એની તરફ આગળ વધ્યો. તેને જોઈ ને ભેટી પાડવાનું મન થયું પણ સંકોચ અનુભવ તો હતો.  એટલે ભેટી ન શક્યો, એ મારી સામે જોઈ ને બોલી માફ કરજો થોડું મોડું થઈ ગયું, હું કામ માં રોકાયેલી હતી એટલે . હું તરત જ બોલ્યો અરે એમાં સોરી શું હોઈ હું પણ જસ્ટ હમણાં જ આવ્યો છું. એ મારી સામે હસી ને બોલી . હજુ હમણાં જ આવ્યા છો ? બાર વાર તમે ઘડિયાળ માં જોયું, આ ચાવી ને તો તમે અસંખ્ય વાર ગોળ ગોળ ફેરવી અને તમારી આંખે તો આ ગલી ની બધી દુકાન ના નામ વાંચી લીધા. અને મન તો વળી ક્ષિતિજ એ પહોંચ્યું ને પાછું ધરતી પર આવ્યું . આમતેમ ઉપર નીચે, આ બાજુ થી કે પેલે બાજુ થી, ગાડી માં સ્કૂટી માં રિક્ષા માં કે બસ માં ક્યારે અને ક્યાંથી હું આવીશ એની જ રાહ જોવાતી હતી. અને વળી પાછા કહો છો કે હમણાં જ અહીંયા પહોંચ્યો છું. 
           મને જોઈ ને એ હસવા લાગી. અને હું બોલ્યો ઓહ તો તું અત્યાર સુધી મારી નોંધ લેતી હતી? અને એ જ કામ માં તુ રોકાયેલી હતી અને એટલે જ મારી નજર સામે આવવામાં તારે વાર લાગી સાચું?? અને હકાર માથું હલાવ્યું અને બોલી તમને મારા વિચારો માં ડૂબેલા જોયા, પળ ભર પણ તમે મારા વિચારો થી અલગ નોહતા, સતત મારી જ રાહ જોવાતી હતી, આવું લાગણી ભીનું હૃદય કોને જોવું ન ગમે?  અને તરત જ હું બોલ્યો હા હું તારા જ વિચારો માં ખોવાયેલો હતો. થોડી વાર થાય કે તું આવીશ ને થોડી વાર થાય તું આવીશ કે નહિ આવે ?
           તેને તરત જ મારા મોં પર આંગળી રાખી અને બોલી મે કહ્યું હતું હું આવીશ, જરૂર આવીશ આ સંકેત ની જ્યોતિ હંમેશા આવશે. હું ખુશ થઈ ગયો વાહ સંકેત ની જ્યોતિ... એ ફરી બોલી હા તું જ્યાં જ્યાં સંકેત કરીશ ત્યાં ત્યાં હું ઉજાસ ફેલાવિશ. ને હું પ્રેમ થી તને હાથ પકડી ને બોલ્યો અને હું લોકો ને પ્રેરિત કરીશ કે જ્યાં જ્યાં ઉજાસ છે ત્યાં પ્રગતિ ના પંથો ખુલા છે. અમે બંને એકબીજા ની સામે જોઈ હસ્યા ને હંમેશા માટે એકબીજા ના થઈ ગયા.

7 comments:

 बहुत दिनों के बाद आज में कुछ लिख रही हु, दिल में इतना कुछ भर के रखा है, समझ में नहीं आ रहा है की क्या करू