પ્રેમની કોઈ કિંમત નથી હોતી. પ્રેમ પ્રેમ હોય છે. એમાં પામવા કરતા આપવાની ઈચ્છા વધારે હોય છે. પ્રેમ આ ધોધમાર વરસતા વરસાદ જેવો હોવો જોઈએ. જે ભરપૂર લાગણીથી એકબીજા ને ભીંજવી દે, નહિ કે ધન દોલતથી ખરીદી લે. ભૂખ હોવી જોઈએ પણ પ્રેમની, શરીરની નહિ. પ્રેમ નો કોઈ છેડો નથી હોતો કે કોઈ માપ નથી હોતું. પ્રેમ ને શબ્દોમાં કે કિંમતથી આંકી ના શકાય..
પ્રેમ હોઠ પર આવે એ જરૂરી નથી,
પ્રેમ આંખમાં છલકવો જોઈએ.
પ્રેમ હૃદયમાં ધડકવો જોઈએ.
પ્રેમ બસ મનમાં વસવો જોઈએ.
જો હૃદય ના હોય ને તો ખરીદી શકાય ને જિંદગી પસાર કરી શકાય.. પણ એ કોરા હૃદયનું શું ? જેમાં લાગણી પ્રેમ હૂંફ વિશ્વાસ સહાનુભૂતિ કે સાથ સહકાર ના હોય?
કોરું હૃદય જિંદગી પસાર કરાવી શકે, પણ શું એના થી જીવન જીવી શકાય?
- Alisha
No comments:
Post a Comment