પૂર્ણવિરામ.
શું આપણે કામ ને પૂર્ણવિરામ આપી શકીયે? શું આપણે કોઈ સબંધ ને પૂર્ણવિરામ આપી શકીયે. શું આપણે મનમાં આવેલા વિચારને પૂર્ણવિરામ આપી શકીયે. એવું ઘણી વાર બન્યું હોઈ કે કોઈ વાક્ય પૂરું કર્યું હોઈ અને એ વાક્ય પૂરું થતા જ આપણે ત્યાં પૂર્ણવિરામ આપી દીધું હોઈ.પણ શું ત્યાંથી બીજું વાક્ય ચાલુ નથી થતું ? શું પૂર્ણવિરામ એ કોઈ કાર્ય કે સબંધ કે આપણા વિચારનો અંત છે? જીવનમાં આપણને સુખમાં અલ્પવિરામ અને દુઃખમાં પૂર્ણવિરામ જોઈએ છે. કેમ આપણે જીવનની કોઈપણ પરિસ્થિતિને અલ્પવિરામ નથી આપતા. કોઈ ઘટનાનો અંત છે તો ત્યાં કોઈ બીજી ઘટનાનો આરંભ છે. આપણે એટલું તો સમજીયે છીએ કે અલ્પવિરામમાં પ્રક્રિયા ચાલુ છે. તો એ પ્રક્રિયા સતત ને સતત કેમ ચાલુ નથી રાખતા, આપણે ડરી જઈએ છીએ, આપણે હારી જઈએ છીએ. આપણે સબંધને કામને વિચારને ફુલસ્ટોપ આપીયે છીએ. મને એ નથી સમજાતું કે આપણે ડર ને હાર કે નકારાત્મ વિચારને કેમ ફુલસ્ટોપ નથી આપતા. ઘણા લોકો એવું વિચારે છે કે પૂર્ણવિરામ એ જિંદગીનો અંત છે પરંતુ પૂર્ણવિરામ એ જિંદગીનો અંત નથી પણ એ એક નવી શરૂઆત નો શુભારંભ છે. આપણે એવું તો જાણીયે છીએ કે શરીર નાશવંત છે તો આત્મા અમર છે જો આત્મા અમર છે તો જિંદગી નો અંત કેમ આવ્યો કેહવાઈ. જો પૂર્ણવિરામ શરીર એ આપ્યું છે તો આત્મા એ તો અલ્પવિરામ જ મૂક્યું છે. ઘણીવાર કોઈ આપણેને કહે કે આજથી બધું પૂરું અથવા તો આપણે કોઈ ને કહીયે છીએ કે આજ પછી કંઈ જ નથી ના કોલ ના મેસેજ ના કોઈપણ વાત બસ પૂરું એટલે પૂરુ. આપણે એવું પણ વિચારીયે કે એવું કરીયે છીએ કે તું કોણ કે હું કોણ... તો શું ત્યાં સંબંધનું અસ્તિત્વ નથી રહેતું ? સબંધોનો પૂર્ણવિરામ એ યાદોનો પૂર્ણવિરામ નથી. સબંધોની સમાપ્તિ થઇ શકે પરંતુ મનમાં રહેલી યાદ ને ક્યારેય અંત નથી આપી શકતા દિવસમાં નહિ અઠવાડિયામાં નથી મહિનામાં નહિ કે પછી વર્ષે નહિ પણ શું જિંદગીમાં એક વાર પણ આપણને કોઈની કે કોઈને આપણી યાદ નહિ આવે ? પૂર્ણવિરામને યાદો દ્વારા ફરી એક નવો શુભારંભ આપી શકાય છે. તો બસ દોસ્તો મારે એ જ કેહવું છે પૂર્ણવિરામ માત્ર એક શબ્દ છે. પૂર્ણવિરામ એટલો નાનો છે કે એ આપણા વિચાર આપણા કાર્ય કે કોઈ સબંધ ને પૂર્ણ નથી કરતો...
No comments:
Post a Comment