જો એવું ક્યારેક થાય
મારા હાથ ની લકીરોમા
તારી લકીરો સમાઈ જાય
જો એવું ક્યારેક થાય
મારા ધબકારા નો અવાજ
તારા કાનમા સંભળાય જાય
જો એવું ક્યારેક થાય
તારી આંખ ના આંસુ
મારી આંખમા વહી જાય
જો એવું ક્યારેક થાય
તારા આ દિલ નું દર્દ
મારા હૃદય ને મળી જાય
જો આવું ક્યારેક થાય
તારી મંજિલ નું સાચું
એંધાણ મને મળી જાય
જો એવું ક્યારેક થાય
તારો મીઠો મધુર સ્પર્શ
મારા રુંહ મા ભળી જાય
જો એવું ક્યારેક થાય
મારા કાગળ નું લખાણ
અચાનક તને મળી જાય
જો એવું ક્યારેક થાય
હકીકત હોઈ કે સપના મા
હા મા હા તારી મળી જાય
- Alisha
Nice👌👌👌
ReplyDeleteVery nice 👌
ReplyDelete