Wednesday, 23 February 2022

રમત છે અંધારું કે અંજવાળું

રમત છે અંધારું કે અંજવાળું... 


કેવું લાગે કે જયારે આપણે એવું વિચારીયે કે આજે આપણું સપનું પૂરું થશે કે કાલે પૂરું થશે. આપણે મહેનત કરતા જઈએ કરતા જઈએ જેમ જેમ આપણે એ સપનાની નજીક જઈએ એમ એમ આપણે ખુશ થઈએ. આપણામાં ઉત્સાહ વધે, કામ કરવાની ઈચ્છા વધે, આપણે રાતદિવસ એક કરીયે. જેમ આગિયો અંધારામાં પોતાનો પ્રકાશ સાથે લઇ ને ભટકે છે, એમ આપણે જીવનમાં અંધારું છે જ્યાં કોઈ ઉજાસ નથી છતાં પણ આપણે એ પ્રકાશ કે જે હકારાત્મક વિચાર છે એને સાથે લઇ ને જીવીએ. આપણે રસ્તાઓ શોધીયે, ભટકીયે, ઠોકરો ખાઈએ કેટ કેટલું સહન કરીયે, તો વળી ક્યારેક એકાંત જઈ ને કે ખૂણામાં જઈને રડીએ. કાલ સારું થશે એ આશા રાખીને ખોટું પણ બોલીયે. દરિયાકિનારે આપણે નામ લખીયે અને જેવી પાણીની લહેર આવે અને તરત જ નામ ભૂંસાઈ જાય એવી જ રીતે આપણે જે સપનાઓની દુનિયા બનાવી છે જ્યાં રંગો જ રંગો છે, જ્યાં પ્રેમ છે, જ્યાં શાંતિ છે, જ્યાં લાગણી છે, જ્યાં વિશ્વાસ છે, જ્યાં સંપ છે, જ્યાં હક છે, ત્યાં એક જ પળમાં અંધારું થઇ જાય ? એ સપનાઓ વિખાઈ જાય. એ સપનાનું અસ્તિત્વ જ ના રહે ત્યારે શું? શું કરવું ત્યારે? ફરી સપના જોવા અને ફરી અંધારાની રાહ જોવી ? કે પછી અંધારાના ડરથી સપના જ ન જોવા ? એવું જ આપણું અસ્તિત્વ છે જન્મ લીધો જીવ્યા, મહેનત કરી, સફળ થયા, નામ મળ્યું, વાહ વાહ મળી, ખુશી મળી, પ્રેમ મળ્યો, અંજવાળું મળ્યું, ને છેવટે મર્યા. અને જો આ બધું ના મળ્યું તો ફરી જન્મ્યા અને વળી પાછી એ જ જીવનની રમત ચાલુ રાખી. એ જ જીવનની રમતમાં હોઈને કે જેમાં નાચો અથવા તો નચાવો. કોઈના થી હસો અથવા કોઈના ઉપર હસો. ખેર ચાલો અંજવાળા કે અંધારા ને શોધવામાં નીકળી પડીયે. જોઈએ શું મળે છે. 😊

3 comments:

 बहुत दिनों के बाद आज में कुछ लिख रही हु, दिल में इतना कुछ भर के रखा है, समझ में नहीं आ रहा है की क्या करू