Sunday, 18 January 2026

દિલ હજુ વિશ્વાસ રાખે છે

 લોકો જરૂર મુજબ પ્રેમ કરે છે,

કામ પૂરું થાય એટલે સંબંધ પણ બદલાઈ જાય છે.

જેને કાલ સુધી આપણો સાથ સૌથી જરૂરી લાગતો હતો,

એજ આજે આપણાં અસ્તિત્વને પણ પ્રશ્ન કરે છે.


સંબંધો હવે લાગણીથી નહીં,

સુવિધાથી માપવામાં આવે છે.

જ્યાં સુધી આપણે કામના હોઈએ ત્યાં સુધી માન મળે છે,

અને જ્યારે કામ પૂરું થાય, ત્યારે

અપણી કિમત પણ શાંત થઈ જાય છે.


અમે ફરિયાદ નથી કરતા,

ફક્ત શીખી જઈએ છીએ 

કે દરેક સ્મિત પાછળ સચ્ચાઈ નથી હોતી,

અને દરેક વચન પાછળ ઈમાનદારી પણ નથી હોતી.


છતાં પણ દિલ હજુ વિશ્વાસ રાખે છે,

કારણ કે દિલ થાકી જાય છે,

પણ નફરત કરવાનું શીખતું નથી.


કોઈ તો હશે,

જે જરૂર માટે નહીં,

પરંતુ આપણા અસ્તિત્વ માટે જોડાશે 

અને ત્યારે પ્રેમ શબ્દ નહીં,

પણ શાંતિ બની જશે.





1 comment:

દિલ હજુ વિશ્વાસ રાખે છે

 લોકો જરૂર મુજબ પ્રેમ કરે છે, કામ પૂરું થાય એટલે સંબંધ પણ બદલાઈ જાય છે. જેને કાલ સુધી આપણો સાથ સૌથી જરૂરી લાગતો હતો, એજ આજે આપણાં અસ્તિત્વને...