Monday, 29 August 2022

હું ભૂલી ગઈ….

 ‘તમને શું ગમે છે એનું ધ્યાન રાખવામાં જ હું ભૂલી ગઈ કે મને શું ગમે છે.’




Tuesday, 19 July 2022

उड़जा रे पंछी उड़जा रे

उड़जा रे पंछी उड़जा रे! 

खुले गगन में तू उड़जा रे!

क्या कहेंगे लोग ये तू भूल जा रे!

साकार करने अपने सपने,

उड़जा रे पंछी उड़जा रे! 

समाज के सारे बंधन तोड़ जा रे!

अपने आपको ढूंढने,

उड़जा रे पंछी तू उड़जा रे!

मर ने से पहले महेक जा रे!

अपनी सुगंध फेलाने

उड़जा रे पंछी तू उड़जा रे!

अपनों में अनोखा उदहारण बन जा रे!

अपने वजूद को पहचानने

उड़जा रे पंछी तू उड़जा रे!




 

Wednesday, 2 March 2022

પૂર્ણવિરામ.

પૂર્ણવિરામ.

શું આપણે કામ ને પૂર્ણવિરામ આપી શકીયે? શું આપણે કોઈ સબંધ ને પૂર્ણવિરામ આપી શકીયે. શું આપણે મનમાં આવેલા વિચારને પૂર્ણવિરામ આપી શકીયે. એવું ઘણી વાર બન્યું  હોઈ કે કોઈ વાક્ય પૂરું કર્યું હોઈ અને એ વાક્ય પૂરું થતા જ આપણે ત્યાં પૂર્ણવિરામ આપી દીધું હોઈ.પણ શું ત્યાંથી બીજું વાક્ય ચાલુ નથી થતું ? શું પૂર્ણવિરામ એ કોઈ કાર્ય કે સબંધ કે આપણા વિચારનો અંત છે? જીવનમાં આપણને સુખમાં અલ્પવિરામ અને દુઃખમાં પૂર્ણવિરામ જોઈએ છે. કેમ આપણે જીવનની કોઈપણ પરિસ્થિતિને અલ્પવિરામ નથી આપતા. કોઈ ઘટનાનો અંત છે તો ત્યાં કોઈ બીજી ઘટનાનો આરંભ છે. આપણે એટલું તો સમજીયે છીએ કે અલ્પવિરામમાં પ્રક્રિયા ચાલુ છે. તો એ પ્રક્રિયા સતત ને સતત કેમ ચાલુ નથી રાખતા, આપણે ડરી જઈએ છીએ, આપણે હારી જઈએ છીએ. આપણે સબંધને કામને વિચારને ફુલસ્ટોપ આપીયે છીએ. મને એ નથી સમજાતું કે આપણે ડર ને હાર કે નકારાત્મ વિચારને કેમ ફુલસ્ટોપ નથી આપતા. ઘણા લોકો એવું વિચારે છે કે પૂર્ણવિરામ એ જિંદગીનો અંત છે પરંતુ પૂર્ણવિરામ એ જિંદગીનો અંત નથી પણ એ એક નવી શરૂઆત નો શુભારંભ છે. આપણે એવું તો જાણીયે છીએ કે શરીર નાશવંત છે તો આત્મા અમર છે જો આત્મા અમર છે તો જિંદગી નો અંત કેમ આવ્યો કેહવાઈ. જો પૂર્ણવિરામ શરીર એ આપ્યું છે તો આત્મા એ તો અલ્પવિરામ જ મૂક્યું છે. ઘણીવાર કોઈ આપણેને કહે કે આજથી બધું પૂરું અથવા તો આપણે કોઈ ને કહીયે છીએ કે આજ પછી કંઈ જ નથી ના કોલ ના મેસેજ ના કોઈપણ વાત બસ પૂરું એટલે પૂરુ. આપણે એવું પણ વિચારીયે કે એવું કરીયે છીએ કે તું કોણ કે હું કોણ... તો શું ત્યાં સંબંધનું અસ્તિત્વ નથી રહેતું ? સબંધોનો પૂર્ણવિરામ એ યાદોનો પૂર્ણવિરામ નથી. સબંધોની સમાપ્તિ થઇ શકે પરંતુ મનમાં રહેલી યાદ ને ક્યારેય અંત નથી આપી શકતા દિવસમાં નહિ અઠવાડિયામાં નથી મહિનામાં નહિ કે પછી વર્ષે નહિ પણ શું જિંદગીમાં એક વાર પણ આપણને કોઈની કે કોઈને આપણી યાદ નહિ આવે ? પૂર્ણવિરામને યાદો દ્વારા ફરી એક નવો શુભારંભ આપી શકાય છે. તો બસ દોસ્તો મારે એ જ કેહવું છે પૂર્ણવિરામ માત્ર એક શબ્દ છે. પૂર્ણવિરામ એટલો નાનો છે કે એ આપણા વિચાર આપણા કાર્ય કે કોઈ સબંધ ને પૂર્ણ નથી કરતો...

Thursday, 24 February 2022

 જીવન એક દરિયા જેવું છે. જેમ દરિયા માં ગંગા નું પવિત્ર પાણી આવે એની સાથે ગટરનુ ગંડુનું પાણી પણ આવે તો પણ દરિયો એટલો દિલદાર છે કે એ બધા ને આવકાર આપે. એને અડગ રહે, સદંતર વહેતો રાહતો રહે આવું જ આપણી જિંદગીમાં હોય છે. મિત્રો પણ હોઈ ને દુશ્મન પણ હોઈ. મિત્રો ધ્યાન રાખે અને દુશ્મન પણ નજર રાખે. તો આવા લોકો થી આપણા જીવનમાં કેમ નજર લાગી જ

Wednesday, 23 February 2022

રમત છે અંધારું કે અંજવાળું

રમત છે અંધારું કે અંજવાળું... 


કેવું લાગે કે જયારે આપણે એવું વિચારીયે કે આજે આપણું સપનું પૂરું થશે કે કાલે પૂરું થશે. આપણે મહેનત કરતા જઈએ કરતા જઈએ જેમ જેમ આપણે એ સપનાની નજીક જઈએ એમ એમ આપણે ખુશ થઈએ. આપણામાં ઉત્સાહ વધે, કામ કરવાની ઈચ્છા વધે, આપણે રાતદિવસ એક કરીયે. જેમ આગિયો અંધારામાં પોતાનો પ્રકાશ સાથે લઇ ને ભટકે છે, એમ આપણે જીવનમાં અંધારું છે જ્યાં કોઈ ઉજાસ નથી છતાં પણ આપણે એ પ્રકાશ કે જે હકારાત્મક વિચાર છે એને સાથે લઇ ને જીવીએ. આપણે રસ્તાઓ શોધીયે, ભટકીયે, ઠોકરો ખાઈએ કેટ કેટલું સહન કરીયે, તો વળી ક્યારેક એકાંત જઈ ને કે ખૂણામાં જઈને રડીએ. કાલ સારું થશે એ આશા રાખીને ખોટું પણ બોલીયે. દરિયાકિનારે આપણે નામ લખીયે અને જેવી પાણીની લહેર આવે અને તરત જ નામ ભૂંસાઈ જાય એવી જ રીતે આપણે જે સપનાઓની દુનિયા બનાવી છે જ્યાં રંગો જ રંગો છે, જ્યાં પ્રેમ છે, જ્યાં શાંતિ છે, જ્યાં લાગણી છે, જ્યાં વિશ્વાસ છે, જ્યાં સંપ છે, જ્યાં હક છે, ત્યાં એક જ પળમાં અંધારું થઇ જાય ? એ સપનાઓ વિખાઈ જાય. એ સપનાનું અસ્તિત્વ જ ના રહે ત્યારે શું? શું કરવું ત્યારે? ફરી સપના જોવા અને ફરી અંધારાની રાહ જોવી ? કે પછી અંધારાના ડરથી સપના જ ન જોવા ? એવું જ આપણું અસ્તિત્વ છે જન્મ લીધો જીવ્યા, મહેનત કરી, સફળ થયા, નામ મળ્યું, વાહ વાહ મળી, ખુશી મળી, પ્રેમ મળ્યો, અંજવાળું મળ્યું, ને છેવટે મર્યા. અને જો આ બધું ના મળ્યું તો ફરી જન્મ્યા અને વળી પાછી એ જ જીવનની રમત ચાલુ રાખી. એ જ જીવનની રમતમાં હોઈને કે જેમાં નાચો અથવા તો નચાવો. કોઈના થી હસો અથવા કોઈના ઉપર હસો. ખેર ચાલો અંજવાળા કે અંધારા ને શોધવામાં નીકળી પડીયે. જોઈએ શું મળે છે. 😊

Tuesday, 15 February 2022

कल्पना

उसकी आँखों में हमे अपनी दुनिया दिखाई देने लगी..

उसके होंठो पर हमे अपनी खुशिया दिखाई देने लगी..

मेरी धड़कन में अब उसकी तस्वीर बसने लगी…

पता ना चला कब कैसे…

चलते चलते मेरी तक़दीर बनने लगी...

Thursday, 10 February 2022

हां और ना के साथी

कभी तेरी दहलीज तक नहीं आऊंगी 

चाहके भी कभी तुझे अपना नहीं कहूँगी

खुद मिट जाउंगी खुद मर जाऊँगी 

तेरे लिए तो सौ झूठ बोल जाउंगी

याद रखना 

तेरी हर एक हा में हा थी 

और हर एक ना में ना थी

मुश्किल तो तब लगा…

ख़ुद को आपको सौंपना आसान था, मुश्किल तो तब लगा…  जब एहसास हुआ कि मेरी क़ीमत ही नहीं समझी गई।